Saturday, 23 April 2016

Gujarati Shahitya Sansthaao (ગુજરાતી સાહિત્ય સંસ્થાઓ) Gujarati Study Material For GSSSB ,GPSC , TET , HTAT

Gujarati Shahitya Sansthaao Revenue  (ગુજરાતી સાહિત્ય સંસ્થાઓ)

1.  ગુજરાતી સાહિત્ય પરિષદ - સ્થાપના ૧૯૦૫, 'પરબ' નામનું માસિક અને 'ભાષાવિમર્શ' નામનું ત્રિમાસિક પ્રકાશિત કરે છે.  આ પરિષદનું પ્રથમ અધિવેશન ગોવર્ધનરામ ત્રિપાઠીની અધ્યક્ષતામાં ભરાયું હતું.

2.  ગુજરાતી સાહિત્ય સભા - સ્થાપના ૧૯૦૪ માં રણજિતરામ વાવાભાઇ મહેતાએ  અમદાવાદમાં કરી હતી. આ સંસ્થા ૧૯૨૮ના રજત જયંતી વર્ષ થી 'રણજિતરામ સુવર્ણચંદ્રક' આપે છે પ્રથમ ઝવેરચંદ મેઘાણીને અપાયો હતો

3.  ગુજરાત વર્નાક્યુલર સોસાયટી - ની સ્થાપના ૨૬ ડિસે. ૧૮૪૮માં એલેકઝાન્ડર કિન્લોક ફાર્બસ દ્વારા અમદાવાદમાં સ્થાપવામાં આવી હતી. સૌથી જૂની સંસ્થા  પાછળથી આ સંસ્થા 'ગુજરાત વિદ્યાસભા' તરીકે ઓળખાઇ.  આ સંસ્થા સૌપ્રથમ 'વરતમાન' અઠવાડિક પ્રસિદ્ધ કર્યું. ત્યારબાદ પખવાડિક 'બુદ્ધિપ્રકાશ' શરૂ કર્યું અને  આજે બુદ્ધિપ્રકાશ' માસિક પ્રકાશિત કરે છે.
 
4.  નર્મદ સાહિત્ય સભા - આ સંસ્થા ૧૯૨૩માં "ગુજરાતી સાહિત્ય મંડળ" નામે સુરતમાં સ્થપાઇ હતી. શરૂઆતમાં આ સંસ્થા 'ગુજરાતી સાહિત્ય મંડળ' તરીકે ઓળખાતી હતી.  ત્યારબાદ ૧૯૩૯માં તેનું નામ કવિ નર્મદનું નામ સંકળાતા 'નર્મદ સાહિત્ય સભા' કરવામાં આવ્યું. આ સંસ્થા દ્વારા ગુજરાતી સાહિત્યમાં શ્રેષ્ઠ પ્રદાન કરનારને દર પાંચ વર્ષે "નર્મદ ચંદ્રક" એનાયત કરવામાં આવે છે.

5.  પ્રેમાનંદ સાહિત્ય સભા - "વડોદરા સાહિત્ય સભા" ની સ્થાપના ૧૯૧૬માં વડોદરા કરવામાં આવી હતી.  આ સંસ્થાએ ૧૯૪૪ માં 'પ્રેમાનંદ સાહિત્ય સભા' નામ ધારણ કર્યું. આ સંસ્થા દ્વારા ગુજરાતી સાહિત્યમાં શ્રેષ્ઠ પ્રદાન કરનારને દર બે વર્ષે "પ્રેમાનંદ ચંદ્રક" એનાયત કરવામાં આવે છે.

6.  ભારતીય વિદ્યાભવન - ની સ્થાપના કનૈયાલાલ માણેકલાલ મુનશીએ મુંબઇમાં કરીએ હતી
  

7  ફાર્બસ ગુજરાતી સભા - ની સ્થાપના મનસુખરામ સૂર્યરામ ત્રિપાઠીના પ્રયાસોથી ૧૮૫૪માં કવિ ફાર્બસની સ્મૃતિમાં કરવામાં આવી હતી. આ સંસ્થા ૧૯૩૨ થી પોતાનું મુખપત્ર 'ફાર્બસ ગુજરાતે સભા' ત્રિમાસિક આજે પણ પ્રકાશિત કરે છે

8. ગુજરાત સાહિત્ય અકાદમી - સ્થાપના ૧૯૮૨મા થઇ હતી.  આ સંસ્થા વર્ષ દરમિયાન પ્રકાશિત થયેલી કૃતિઓનું મૂલ્યાંકન કરી સારી કૃતિને (લેખકને) 'ગુજરાત સાહિત્ય અકાદમી પુરસ્કાર' આપે છે. આ સંસ્થા ગુજરાત સરકાર દ્વારા સંચાલિત છે.  આ સંસ્થાનું મુખપત્ર 'શબ્દસૃષ્ટિ' નિયમિત રીતે પ્રકાશિત થાય છે.

9.  સાહિત્ય સંસદ - ની સ્થાપન કનૈયાલાલ માણેકલાલ મુનશીએ મુંબઇમા કરી હતી

10.  બુદ્ધિવર્ધક સભા - સ્થાપના ૧૮૫૧ માં નર્મદ અને તેના મિત્રોએ કરી હતી

11.  ગુજરાત સંશોધન મંડળ - ની સ્થાપના પોપટલાલ શાહે મુંબઇમાં કરી હતી

12.  કવિતાભવન - આ સંસ્થા ૧૯૮૧ થી અમદાવાદ એજ્યુકેશન સોસાયટી સંચાલિત દ્વારા કાર્યરત છે.

13.  જ્ઞાન પ્રસારક સભા - આ સંસ્થા ઍલ્ફિન્સ્ટન કોલેજના પ્રાધ્યાપક પૅટન તથા દાદાભાઇ નવરોજી અને અન્ય યુવાનો દ્વારા સ્થાપવામાં આવે હતી

14. ક.લા.સ્વાધ્યાય મંદિર - આ સંસ્થાની સ્થાપના શેઠ કસ્તુરભાઇ લાલભાઇની સ્મૃતિમાં ઇ.સ. ૧૯૮૧માં સ્થાપવામાં આવી હતી


Downloads PDF : Click Here

No comments:

Post a Comment